Translate

13 May 2020

પોરબંદરમાં લોકડાઉનમાં ખેડુતોના ઘઉં અને ચણાની ખરીદી



૧૮૪ ખેડૂતોના ૪૯૯૪ કવીન્ટલ ઘઉં ખરીદાયા
કુલ ૩૪૫૧ ખેડુતોનું રજીસ્ટ્રેશન થયું 

પોરબંદર તા.૧૩, કોરોના વાઇરસની મહામારીને લીધે હાલ લોકડાઉન છે ત્યારે ગુજરાતમાં ખેડુતો તેમના ઘઉં ચણાની ખેત પેદાશોનું વેંચાણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્રારા ખેડૂતોના ઘઉં અને ચણાની ખરીદી ટેકાના ભાવે થઇ રહી છે. પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તારમાં ચાલુ વર્ષ ચણાનું નોંધપાત્ર ઉત્પાદન થયું છે. રવિપાક ઘઉંનું પણ ઉત્પાદન થતાં ખેડુતોના ઘઉં ચણા ખરીદવામાં આવી રહ્યા છે. ઘઉંની ખરીદી પુરવઠા નિગમ દ્રારા પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે થઇ રહી છે. જિલ્લા પુરવઠા મેનેજર શ્રી  કેપુલ પટેલે જણાવ્યું હતુ કે ઘઉં માટે કુલ ૩૪૫૧ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. ખરીદી અંગેની જાણ સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે એસ.એમ.એસ. થી મર્યાદિત સંખ્યા પ્રમાણે કરવામા આવે છે. તા. ૯ મે ૨૦૨૦ સુધીમાં ખેડૂતોના ૯૬ લાખની કિંમતના ૪૯૯૪ કવીન્ટલ ઘઉં ખરીદવામાં આવ્યા છે. કુલ ૩૪૫૧ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. જિલ્લ ખેતીવાડી અધિકારી શ્રી પરમારે જણાવ્યું હતું કે જિલ્લામાં ચણાની ખરીદી ગુજકોમાસલ દ્રારા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરવામાં છે. કુતિયાણામાં તા. ૯મે સુધીમાં ૭૬૦૧ ગુણી ૩૮૦૦ કવીન્ટલ તેમજ પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે પણ તા .૯મે સુધી ૩૫ ખેડૂતોની ૧૨૦૨ ગુણી ૬૦ ટન ચણાની ખરીદી કરવામાં  આવી છે આ કામગીરી અવિરત પણે ચાલુ છે.