Translate

13 May 2020

પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ વિનાના ૧૫૦૦ જેટલા લોકોને અન્નબ્રમ્હ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે



જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે વિવિધ વિસ્તારોમાં ફરીને લાભાર્થીઓની યાદી તૈયાર કરી

પોરબંદર તા.૧૩, રાજ્યમાં એક પણ પરિવાર અન્નનો ઓડકાર લીધા વગર ભૂખ્યુ સૂવે નહીં તે માટે રાજ્ય સરકાર ખુબ જ ગંભીરતાથી કાર્ય કરી રહ્યુ છે. અન્નબ્રહ્મ યોજના હેઠળ રેશનકાર્ડ વિનાના પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. પોરબંદર કલેકટર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પુરવઠા અધિકારી  વિવેક ટાંકનાં સંકલનમા જિલ્લા પુરવઠા વિભાગ દ્રારા અન્નબ્રહ્મ યોજના હેઠળ ગરીબોને અનાજ મળી રહે તથા જરૂરિયાતમંદ ગરીબ લોકોને NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ) માં સમાવવા માટે પોરબંદરના વિવિધ દંગાઓ, સ્લમ વિસ્તાર,  ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લઇને યાદી તૈયાર કરવામા આવી છે. આગામી દિવસોમાં આ તમામ ૧૫૦૦ જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, સ્લમ વિસ્તરમાં રહેતા કેટલાય ગરીબ અને જરૂરિયાતવાળા લોકો કે જેઓ પાસે NFSA રેશનકાર્ડ નથી છતા તેઓ જરૂરીયાતમંદ હોય તેઓને NFSA માં સામેલ કરીને આવતા મહિનેથી રેગ્યુલર અનાજનો જથ્થો મળી રહે તે માટે જિલ્લા પૂરવઠા વિભાગ દ્રારા ખુબજ મહત્વની કામગીરી કરવામા આવી છે.

પોરબંદરમાં લોકડાઉનમાં ખેડુતોના ઘઉં અને ચણાની ખરીદી



૧૮૪ ખેડૂતોના ૪૯૯૪ કવીન્ટલ ઘઉં ખરીદાયા
કુલ ૩૪૫૧ ખેડુતોનું રજીસ્ટ્રેશન થયું 

પોરબંદર તા.૧૩, કોરોના વાઇરસની મહામારીને લીધે હાલ લોકડાઉન છે ત્યારે ગુજરાતમાં ખેડુતો તેમના ઘઉં ચણાની ખેત પેદાશોનું વેંચાણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્રારા ખેડૂતોના ઘઉં અને ચણાની ખરીદી ટેકાના ભાવે થઇ રહી છે. પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તારમાં ચાલુ વર્ષ ચણાનું નોંધપાત્ર ઉત્પાદન થયું છે. રવિપાક ઘઉંનું પણ ઉત્પાદન થતાં ખેડુતોના ઘઉં ચણા ખરીદવામાં આવી રહ્યા છે. ઘઉંની ખરીદી પુરવઠા નિગમ દ્રારા પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે થઇ રહી છે. જિલ્લા પુરવઠા મેનેજર શ્રી  કેપુલ પટેલે જણાવ્યું હતુ કે ઘઉં માટે કુલ ૩૪૫૧ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. ખરીદી અંગેની જાણ સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે એસ.એમ.એસ. થી મર્યાદિત સંખ્યા પ્રમાણે કરવામા આવે છે. તા. ૯ મે ૨૦૨૦ સુધીમાં ખેડૂતોના ૯૬ લાખની કિંમતના ૪૯૯૪ કવીન્ટલ ઘઉં ખરીદવામાં આવ્યા છે. કુલ ૩૪૫૧ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. જિલ્લ ખેતીવાડી અધિકારી શ્રી પરમારે જણાવ્યું હતું કે જિલ્લામાં ચણાની ખરીદી ગુજકોમાસલ દ્રારા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરવામાં છે. કુતિયાણામાં તા. ૯મે સુધીમાં ૭૬૦૧ ગુણી ૩૮૦૦ કવીન્ટલ તેમજ પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે પણ તા .૯મે સુધી ૩૫ ખેડૂતોની ૧૨૦૨ ગુણી ૬૦ ટન ચણાની ખરીદી કરવામાં  આવી છે આ કામગીરી અવિરત પણે ચાલુ છે.

પોરબંદર સરકારી પોલીટેકનીકના ૯૦૦ જેટલા વિધાર્થીઓ મેળવી રહ્યા છે ઓનલાઇન એજ્યુકેશન



લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવાની સાથે વિધાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહિ છે :આચાર્ય એમ.બી. કાલરીયા
ઘર બેઠા શિક્ષણ મેળવવાની સાથે હું લોકડાઉનનું પાલન કરવામાં તંત્રને મદદગાર બન્યો છું : વિધાર્થી પ્રતાપ પરમાર
સંકલન :- જીતેન્દ્ર નિમાવતમાહિતી બ્યુરોપોરબંદર

પોરબંદર તા૧૩, કોરોના મહામારી સામે દેશવાસીઓ એકજુથ થઇને લડી રહ્યા છે. એ દિશામાં વિધાર્થીઓનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વિધાર્થીઓને ઘર બેઠા ઓનલાઇન શિક્ષણ મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનાં શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીઓ, ખાનગી કોલેજોના વિધાર્થીઓને અધ્યાપકો કોમ્પ્યુટરના માધ્યમથી શિક્ષિત કરી રહ્યા છે. પોરબંદરમાં આવેલી સરકારી પોલીટેકનીક કોલેજનાં ૯૦૦ જેટલા વિધાર્થીઓ  ઘરે બેસીને  ઓનલાઇન શિક્ષણનો લાભ લઈ રહયા હોઇ,  કોરોના વોરીયર્સ બન્યા છે. મોબાઇલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી આધુનિક સમયની મહત્વની એક ખોજ છે. મોટાભાગના કામ માટે આ માધ્યમ ખુબ જ જરૂરી છે. ઘરથી દુર રહેતા પરિવારના કોઇ સભ્ય સાથે વાત કરવી હોય, પૈસાની લેવડ દેવડ કરવી હોય, વેપાર કરવો હોય, કોઇપણ જાણકારી મેળવવા માટે મોબાઇલ, કોમ્પ્યુટર ઇન્ટરનેટ ખુબ જ મહત્વનું માધ્યમ છે. ઇન્ટરનેટ ટેકનોલોજીના કારણે વિશ્વ એક ગામડું કે એક નાનુ ફળિયુ બની ગયુ છે. આ ટેકનોલોજીનો શિક્ષણ ક્ષેત્રે પણ લાભ મળી રહ્યો છે.
        
સરકારી પોલીટેકનીક પોરબંદરના આચાર્ય એમ.બી. કાલરીયાએ કહ્યુ કે, લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવાની સાથે વિધાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહિ છે. પોલીટેકનિક કોલેજમા આવેલી ડીપ્લોમાં સીવિલ ઇજનેરીના વિવિધ વિષયો જેવા કે એડવાન્સ સર્વે, બિલ્ડીંગ ડ્રોઇગ, વોટર રીશોર્સ ઈજનેરી, વગેરે જેવા અઘરા  વિષયો Google meet application  ના માધ્યમ થી સીવિલ વિભાગના વડા ડો.કુકડીયા અને તેમના સ્ટાફ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન રહિને શિક્ષણ આપી રહયા છે. કોમ્પ્યુટર, મીકેનીકલ,ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ સહિતના  વિભાગોમાં  ૯૦૦ જેટલા વિધાર્થીઓ લોકડાઉનની સ્થિતિમાં ઓનલાઇન એજ્યુકેશનનો લાભ મેળવી રહયા છે. સીવિલના વિધાર્થી પ્રતાપ પરમારે કહ્યુ કે, દરરોજ બે લેકચરમાં હું હાજરી આપુ છું. ઘર બેઠા શિક્ષણ મેળવવાની સાથે હું લોકડાઉનનું પાલન કરવામાં તંત્રને મદદગાર બન્યો છું. વિધાર્થી ધ્રુવીન ભરાણીયાએ કહ્યુ કે, ઓનલાઇન લેકચર બાદ પણ કોઇ મુંજવણ હોય તો સર ટેલીફોનિક વાતચીત કરીને પ્રશ્નનું નિરાકરણ લાવે છે. અમે કોલેજ જઇ શકતા નથી, છતાપણ અમારો અભ્યાસ ક્રમ ચાલુ છે. અને ઓનલાઇન માર્ગદર્શન મળતુ રહે છે. 
        
અધ્યાપક ડો.વિજયભાઇ કુકડીયાએ કહ્યુ કે, કોરોના મહામારી દરમિયાન સિવિલ વિભાગ સહિત કોલેજના તમામ અધ્યાપકો વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પુરૂ પાડવાની સાથે વિધાર્થીઓને વર્તમાન વિષયો સાથે સંપર્ક રાખવા ઉપરાંત  હકારાત્મક  અભિગમ રાખીને આવનારા ભવિષ્ય માટે નિરાશા વગર આગળ વધવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગનાં અધ્યાપક સાગરભાઇ રામાણીએ કહ્યુ કે, ઓનલાઇન લેકચર લેવાની સાથે વિધાર્થીઓ લોકડાઉનનું પાલન કરે તેની સમજ આપવામાં આવે છે. સાથે સાથે એડમોડો સાઇટ પરથી ક્વિઝ લેવામાં આવે છે. યુ ટ્યુબના માધ્યમથી વિધાર્થીઓ પ્રેકટિકલ જ્ઞાન મેળવે છે. આમ કોવિડ-૧૯ સંક્રમણ ન ફેલાઇ તે માટે સરકાર અને લોકો આપસમાં એક થઇને કોવિડ-૧૯ને હરાવવા માટે કાર્યરત છે ત્યારે વિધાર્થીઓ પણ ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ મેળવીને કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારી રાખીને કોરોના વોરીયર્સ બન્યા છે.

‘લોક’ને કારણે આર્થિક ‘ડાઉન’ થઈ ગયેલા પ્રજાપતિ સમાજનો વિચાર કરો: મનોજ રાઠોડ

ગુજરાતમાં વસતાં પ્રજાપતિ સમાજના 40 લાખ લોકો ધંધા-રોજગાર વગર ટળવળી રહ્યા છે


‘લોક’ને કારણે આર્થિક ‘ડાઉન’ થઈ ગયેલા પ્રજાપતિ સમાજનો વિચાર કરો: મનોજ રાઠોડ


સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરી સમાજને ફરી બેઠો કરવો જોઈએ:
ઈંટો તેમજ માટીના વાસણોનો વેપાર સદંતર બંધ થઈ જતાં હાલત કફોડી
રાજકોટ
કોરોના નામના રાક્ષસે આખા ભારતને બાહુપાશમાં જકડી લીધું છે જેના કારણે દરેક સરકારે લોકોને બચાવવા માટે લોકડાઉન જાહેર કરવું પડ્યું છે. જો કે લોકડાઉનને કારણે સમાજના દરેક વર્ગને આર્થિક ફટકો પડી રહ્યો છે અને હજારો લોકોની નોકરી ગઈ છે તો અનેક લોકોએ ધંધા-વેપાર સંકેલી લેવાનો મને-કમને નિર્ણય લેવો પડ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં જેમની વસતી 40 લાખથી વધુ છે તે પ્રજાપતિ સમાજની આર્થિક સ્થિતિ અત્યંત ડાઉન થઈ જવાને કારણે રાજ્ય સરકારે તેમના માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવાની માગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ  મનોજ રાઠોડે ઉઠાવી છે. જો આ સમાજને સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવશે તો જ તે બેઠો થઈ શકે તેમ છે. મનોજ રાઠોડે જણાવ્યું કે આ સમાજ ખાસ કરીને ઘર બનાવવા માટે વપરાતી ઈંટો તેમજ માટીના વાસણોનો વેપાર કરી ગુજરાન ચલાવે છે પરંતુ 46 દિવસથી લોકડાઉન અમલી હોવાને કારણે તેમનો વેપાર સાવ ઠપ્પ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ વ્યક્તિની છાપ ધરાવે છે તેથી તેમણે ગુજરાતમાં વસતાં પ્રજાપતિ સમાજના 40 લાખ લોકોનો વિચાર કરવો જોઈએ. મનોજ રાઠોડે કટાક્ષ કરતાં કહ્યું કે કોરોના નામના રાક્ષસ સામે લડનારા યોદ્ધાઓને બિરદાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દીવડાં પ્રગટાવવાની હાકલ કરવામાં આવી હતી અને તેમની આ હાકલને લોકોએ વધાવી લેતાં ઠેર-ઠેર દીવડાં પણ પ્રગટ થયા હતા. આ દીવડા પ્રજાપતિ સમાજ દ્વારા જ બનાવવામાં આવે છે તે ભૂલવું ન જોઈએ. આ ઉપરાંત પ્રજાપતિ સમાજ માટીના વાસણો અને ગરીબ અને મધ્યમ વર્ગ પોતાની જિંદગીભરની કમાણી એકઠી કરી બનવતા મકાન માટે ઈંટોનું પણ ઉત્પાદન કરે છે જેનું અત્યારે વેચાણ પણ ઠપ્પ થઈ ગયું હોવાથી પાયમાલીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. 


તેમણે ઉમેર્યું કે પ્રજાપતિ સમાજને બેઠો કરવા ગુજરાત સરકાર દ્વારા મોટા આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઈએ. મોસાળે જમણવાર અને મા પીરસનારની કહેવત માફક રાજ્ય અને કેન્દ્ર બન્ને જગ્યાએ ભાજપની સરકાર હોવાથી સમાજને પેકેજ જાહેર કરવામાં બહું અડચણ પડશે નહીં. ભારતમાં આ સમાજની 2.50 કરોડની પ્રજાપતિ સમાજની વસતી છે જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સ્તરેથી પેકેજ જાહેર કરવું જોઈએ. નોંધનીય વાત એ છે કે ભારતની મોટાભાગની વસતી ગામડામાં વસવાટ કરે છે. ઘણા લોકો માટીના માટલા તેમજ તાવડીમાં જમવાનું બનાવે છે જેથી તે લોકોને બીમારી થવાની સંભાવના ઘટી જાય છે જેથી ગ્રામ્ય પ્રજામાં કોરોનાના કેસ અત્યંત ઓછા બને છે પરંતુ આ માટલા અને વાસણો બનાવનાર પ્રજાપતિ સમાજનો જ ખ્યાલ નહીં રાખવામાં આવે તો તે ગુજરાતની તાસીર માટે હિતાવહ નહીં ગણાય તે પણ ભૂલવું ન જોઈએ. 
મનોજ રાઠોડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી પૂર્વ પ્રમુખ (તાલુકા પંચાયત-લોધીકા)
મો.નં.98242 51663

ગુજરાતના રિક્ષાચાલકો, ધોબી, વાળંદ સમાજ પ્રત્યે સરકારને ‘સંવેદના’ નથી : મનોજ રાઠોડ

કહેવાતી સંવેદનશીલ સરકાર સંવેદના‘હિન’ બની ગઈ હોવાનો લોકોને થઈ રહેલો અહેસાસ
કર્ણાટક ભાજપ સરકારે ત્યાંના રોજનું કમાઈને ખાતાં લોકોને પાંચ-પાંચ હજારની સહાય કરવા 1610 કરોડનું બજેટ ફાળવ્યું: 
અનાજ વિતરણ કરી મદદ કર્યાનો ઓડકાર ખાતી રૂપાણી સરકાર તાકિદે જાગે તે જરૂરી

કોરોનાને ફેલાતો અટકાવવા માટે આખો દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. લોકડાઉનથી આમ તો દરેક ઉદ્યોગ-વ્યવસાયને ફટકો પડ્યો છે પરંતુ ખાસ કરીને રોજનું કમાઈને ખાતાં લોકોને મરણતોલ ફટકો પડ્યો છે. તેમાં પણ રિક્ષાચાલકો ઉપરાંત ધોબી અને વાળંદ સમાજને તો ખાવાના પણ સાંસા પડી ગયા છે કેમ કે તેમનું કામ સદંતર ઠપ્પ થઈ પડ્યું છે. આવામાં ગુજરાતની કહેવાતની સંવેદનશીલ સરકાર અત્યારે સંવેદના‘હિન’ બની ગઈ હોવાનો અહેસાસ આ લોકોને થઈ રહ્યો છે. કર્ણાટકની ભાજપ સરકારે ત્યાંના રિક્ષાચાલકો, ધોબી, વાળંદ, વણાંટ કારીગરો, ખેડૂતોને રોકડ રૂા.પાંચ-પાંચ હજારની સહાય કરવા માટે લોકડાઉન વચ્ચે જ 1610 કરોડના બજેટની જોગવાઈ કરી ચૂકવણી શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારનું કામ કરતાં લોકોની વસતી મોટી સંખ્યામાં હોવાથી તેમને પણ કર્ણાટકની જેમ ગુજરાતની સરકારે મદદ કરવી જોઈએ તેવી માગણી લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડે ઉઠાવી છે.

મનોજ રાઠોડે જણાવ્યું કે ગુજરાતમાં હજારોની સંખ્યામાં રિક્ષાચાલકો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવી રહ્યા છે. લોકડાઉન જાહેર કરાયું હોવાથી તેઓ રિક્ષા ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી જેના કારણે તેમની હાલત કફોડી થઈ જવા પામી છે આથી તેમને રોકડ મદદની તાતી જરૂર છે. આ ઉપરાંત ધોબી અને વાળંદ સમાજના લોકોને પણ લોકડાઉનને કારણે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે તેમનો ધંધો પણ બંધ થઈ જવા પામ્યો છે અને જો તેઓ ધંધા-રોજગાર શરૂ કરે તો પોલીસ તેમની સામે ગુનો નોંધે છે આથી તેમના માટે પણ ગુજરાત સરકારે વિચાર કરવો જ જોઈએ. જો કર્ણાટક સરકાર ત્યાંના લોકોની મદદ કરી શકતી હોય તો ગુજરાતની સરકાર પણ તેનું અનુપાલન કરવા માટે સક્ષમ છે અને સરકાર ઈચ્છે તો રોજનું કમાઈને ખાતાં લોકોની મદદ કરી શકે તેમ છે.  તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર લોકોને અનાજ વિતરણ કરીને સહાય કર્યાનો ઓડકાર ખાઈ લ્યે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર અનાજનું વિતરણ કરી દેવાથી વાત પૂરી થઈ જતી નથી કેમ કે દવા સહિતની જીવનજરૂરી વસ્તુ ખરીદવા માટે રોકડની જરૂર પડે છે અને સરકારે દવા સહિતની વસ્તુની સહાયની જાહેરાત કરી નથી તેથી સરકાર રોકડમાં સહાય કરે તે આજના સમયની માગ છે. જો આમ નહીં કરાય તો આગામી સમય પસાર કરવો નાના વર્ગના લોકો માટે અત્યંત કપરો બની જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એક વાત એ પણ નોંધનીય છે કે જો ગુજરાત સરકાર કર્ણાટકની સરકારે લીધેલા નિર્ણયનું અનુપાલન કરશે તો ‘નાનપ’ અનુભવવા જેવું નહીં રહે કેમ કે ત્યાં ભાજપની સરકાર જ શાસનમાં છે.
મનોજ રાઠોડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી પૂર્વ પ્રમુખ (તાલુકા પંચાયત-લોધીકા) મો.નં.98242 51663

12 May 2020

કવોરેન્ટાઇન કરેલા લોકોનો પ્રતિભાવ


પોરબંદરના કવોરેન્ટાઇન સેન્ટરમાં બહારથી આવેલા લોકો માટે ઘરથી પણ વિશેષ સુવિધા
બદલ સરકારી તંત્રનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી - અશોકભાઈ બળેજા
વૈશ્વિક મહામારીમાં ગુજરાત સરકાર એક એક વ્યક્તિની પરિવારના સભ્યની જેમ દરકાર લઈ રહી છે
કવોરેન્ટાઇન કરેલા ૩૮ લોકોનો પ્રતિભાવ
પોરબંદર તા.૧૨ કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાત સરકાર જે તે શહેરમાં બહારથી આવતાં લોકોને તકેદારીના ભાગરૂપે કવોરેન્ટાઇન કરે ત્યારે સરકારી કવોરેન્ટાઇન સેન્ટરમાં ઘરથી પણ વિશેષ સુવિધા અને સગવડ આપવામાં આવે છે. ગુજરાત સરકારની આ વ્યવસ્થા નો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારની કામગીરી કાબિલેદાદ છે. આ શબ્દો છે રાણાવાવના અશોકભાઈ બળેજાના, જેણે પોરબંદર  જિલ્લામાં તંત્ર દ્વારા સંવેદનશીલ અભિગમથી કરવામાં આવી સુવિધા અંગે પત્ર લખી સરકારનો આભાર માન્યો છે.

પોરબંદર જીલ્લાના રાણાવાવના અશોકભાઈ બળેજા અને તેના ગ્રૂપના ૩૮ સભ્યો સુરત થી પોરબંદર જિલ્લામાં આવ્યા હોય સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર જિલ્લા કલેકટરના માર્ગદર્શન મુજબ આ સભ્યોને પોરબંદર નજીક આદર્શ નિવાસી કન્યા શાળામાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. કવોરેન્ટાઇન સમય પૂર્ણ થતાં તમામ સભ્યોને તેમના ઘરે જવા માટે વિદાય આપવામાં આવી ત્યારે આ સેન્ટરમાં સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા અંગે તમામના ચહેરા પર સંતોષની ઝલક જોવા મળી હતી. આ અંગે અશોકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટરમાં સમયસર નાસ્તો, જમવાનું અને રોજેરોજ સફાઈ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તપાસ વગેરે કામગીરી પરિવારના સભ્યોની જેમ કરવામાં આવી હતી. અમને ઘરથી પણ વિશેષ  સુવિધા મળી છે. બાળકોને પણ તંત્રએ ઘર યાદ ના આવે એ રીતે સાચવ્યા હતા. અશોકભાઈ પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની સારામાં સારી સુવિધા અંગે ગુજરાત સરકારનો લેખિતમાં આભાર માની જણાવ્યું છે કે ગુજરાત સરકાર ગામે ગામ કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં એક એક નાગરિક ની દરકાર કરે છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ની ઉજવણી કરાઇ



નર્સિંગ સ્ટાફ અને ડોકટર્સને પ્રમાણપત્ર પાઠવીને બીરદાવાયા

કોરોના મહામારીમાં ફરજ બજાવવી એ એક નર્સ અને માણસ તરીકે મારૂ કર્તવ્ય છે : હેતલ ગુંદાણીયા
સંકલન :- જીતેન્દ્ર નિમાવત, માહિતી બ્યુરો, પોરબંદર

પોરબંદર તા.૧૨, પોરબંદર સિવિલ હોસ્પિટલ દ્રારા આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ની નાની ઉજવણી કરીને આધુનિક નર્સિંગના જન્મદાતા ઇટલીના ફલોરેન્સ નાઇટીંગલ ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોરોનાને ફાઇટ આપવા જરૂરી તમામ પગલાનુ હુ પ્રોટોકોલ મુજબ પાલન કરીશ તેમ તમામ નર્સિંગ સ્ટાફે શપથ લીધા હતા. આ દરમિયાન કોવિડ-૧૯ અંતર્ગત સેવા આપતા નર્સિંગ સ્ટાફે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં. સિવિલ હોસ્પિટલમાં ૯૪ નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. આ દિન નિર્મિતે નર્સિંગ સ્ટાફ અને ડોકટર્સને પ્રમાણપત્ર પાઠવીને તેમની કામગીરીને બીરદાવવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્રારા સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરાયુ હતું. ૧૨મી મે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરિકે ઉજવવામાં આવે છે. ઇટલીમા જન્મેલા આધુનિક નર્સિંગના જન્મદાતા એવા ફલોરેન્સ નાઇટીંગલના જન્મ દિવસનાં માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ WHO દ્રારા યર ઓફ નર્સ એન્ડ મિડવાઇફરી તરીકે જાહેર કરાયેલ છે. ફલોરેન્સ નાઇટીંગલને કીમિયાનાં યુધ્ધમાં ઘાયલોની સારવાર માટે ખાસ યાદ કરવામાં આવે છે.

હાલ વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલી છે ત્યારે કટોકટીના સમયે દર્દીઓને સારવાર અને સાંત્વના પુરી પાડીને નર્સિંગ સ્ટાફ ખુબ જ મહત્વની સેવા કરી રહ્યા છે ત્યારે પોરબંદર સિવિલ હોસ્પિટલના નર્સિંગ  સ્ટાફે તથા જનરલ નર્સિંગ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોવીડ-૧૯ આઇસોલેસન વોર્ડનાં ઇન્ચાર્જ અને પોરબંદરમાં કોરોનાના ૩ પોઝીટીવ દર્દીને સારવાર અને સાંત્વના પુરી પાડનાર હેતલ ગુંદાણીયાએ કહ્યુ કેદર્દીઓને સારવાર આપવાની સાથે તેઓને હોમલીફીલ થાય તે ખુબ જ મહત્વનું હોય છે. કોરોના મહામારીમાં નર્સ તરીકે ફરજ બજાવવી એ એક નર્સ અને માણસ તરીકે મારૂ કર્તવ્ય છે. જે ખુબ જ નિષ્ઠાથી ફરજ બજાવી રહી છું. સિવિલમાં ફરજ બજાવતા અલ્પેશભાઇ નાંઢાએ કહ્યુ કે, મારા માટે પત્નિ, ૬ વર્ષનો પુત્ર અને ૨ મહિનાની મારી પુત્રી જેટલા મહત્વના છે. એટલા જ મહત્વનાં મારા માટે એક એક દર્દી હોય છે કે તેઓની યોગ્ય સારવાર થાય. હિન્દી સિનેમાના નામાંકિત દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીની લોકપ્રિય ફિલ્મ આનંદમાં ડોકટર તરીકે બાબુમોસાઇ (અમિતાભ) અને નર્સ (સીસ્ટર) તરીકે લલીતા પવારનો અભિનય ખુબ જ પ્રેરણાદાયી છે. એક આદર્શ નર્સ ડોકટર કેવા હોવા જોઇએ તેની ઝલક ફિલ્મ આનંદમાં આપણે જોઇ શકીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ કિરણબેન ભટ્ટ તથા અસ્મીતાબેન પરીએ કહ્યુ કે, પોરબંદર જિલ્લાને કોરોના પોઝીટીવ કેસ મૂક્ત કરીને ગ્રીનઝોનમાં લાવવા રાજ્ય સરકારે, જિલ્લા વહિવટીતંત્રએ તથા સિવિલના તમામ ડોકટર્સ, નર્સીસ સ્ટાફે ખુબ જ મહત્વની કામગીરી કરી છે. વિદ્યાર્થીકાળ દરમિયાન અમને સપથ લેવાના હોય કે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે તે સમયે ધીરજ રાખીને સામનો કરી દર્દીઓને સારવાર અને સાંત્વના પુરી પાડવી. કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર દરમિયાન અમે ડર રાખવા કરતા સાવચેતી રાખીને દર્દીનું મેન્ટલ મોરલ તૂટે નહીં તેની કાળજી રાખી હતી.

પોરબંદરના ભરતભાઇ કાછેલાને ૧૩ દિવસ સુધી સીવિલમા સારવાર આપીને કોરોના પોઝીટીવ મૂક્ત કરાયા હતા. ભરતભાઇએ નર્સિંગ ડે નિર્મિતે કહ્યુ કે, સીવિલના ડોકટર્સ કે નર્સિંગ સ્ટાફ સાથે મારે કોઇ લોહીના સબંધ નથી, છતા તે લોકોએ પરિવારની જેમ જ રાત દિવસ મારી સારવાર, સેવા કરી હતી. તેઓએ મને હૂંફ આપીને મારા આત્મ વિશ્વાસને પણ મજબૂત કર્યો હતો. પોરબંદર જનરલ નર્સિંગ  સ્કૂલનાં આચાર્યશ્રી, અરવિંદ રાજ્યગુરૂએ કહ્યુ કે, નર્સનો પ્રથમ ઉદેશ્ય બિમાર, ઘાયલ લોકોની સારવાર કરવી, પોતાનું અને પ્રોફેશનનું ડેવલપમેન્ટ કરવુ તથા પ્રિવેન્ટીવ સારવાર પુરી પાડવી તે છે. નર્સીગ સ્કુલનાં વિદ્યાર્થીઓ લોકડાઉનની ફલોરેન્સ નાઇટીંગલને પુષ્પાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે થર્ડયરની વિદ્યાર્થિની સ્તુતિબેન પટેલે કહ્યુ કે, મારો અભ્યાસ ક્રમ પૂર્ણ થયે હું દર્દીઓની સારવારમાં મારૂ જીવન સમર્પિત કરીશ. આમ ફલોરેન્સ નાઇટીંગલને પુષ્પાંજલિ અર્પણ કરીને પોરબંદર સિવિલના તમામ નર્સિંગ સ્ટાફ તથા ડોકટર્સ કોરોના મહામારી સામે લડવા વધુ ને વધુ મક્કમ બન્યા હતા. તથા સમગ્ર વિશ્વમાથી આ મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.

11 May 2020

પોરબંદર જિલ્લામાં NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ


વિપદાની ઘડીએ લોકોની પડખે સંવેદનશીલ સરકાર

સધ્ધર લોકોએ જરૂરીયાતમંદ લોકોના હિત ખાતર લાભ જતો કર્યો
બાકી રહેલા NON NFSA APL-1 કાર્ડ ધારકોને આવતી કાલે અનાજ વિતરણ કરાશે


પોરબંદર તા. ૧૧કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના ૮૦ હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે તા. ૭થી તા.૧૧ સુધી અનાજ વિતરણ કરાયુ હતુ. બાકી રહેલા NON NFSA APL-1 કાર્ડ ધારકોને આવતી કાલે તા.૧૨ ના રોજ અનાજ વિતરણ કરાશે. સાધન સંપન્ન લોકોએ સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્રારા વિતરણ થતો અનાજનો હક્ક જતો કરી ગરીબોને આડકતરી રીતે  મદદરૂપ થયા હતા. પોરબંદરનાં સુથારવાડા વિસ્તારમાં રહેતા ઉષાબેન રોઠોડ તથા સોઢાણા ગામના મનુભાઇ સીગરખીયાએ રાજ્ય સરકારનો તથા જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કરી કહ્યુ કે, વિપદાની ઘડીએ અમારી પડખે સંવેદનશીલ સરકારે રહીને ૧૦ કિલો ઘઉં૩ કિલો ચોખા૧ કિલો ખાંડ તથા ૧ કિલો ચણા/ચણાદાળ વિનામૂલ્યે વિતરણ કરાતા અમારો પરિવાર પુરતુ ભોજન મેળવી શકશે.સસ્તા ભાવની દુકાનો ખાતે અનાજ લેવા આવતા તમામ લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખી માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકીને કોરોનાને પરાસ્ત કરવા સરકારની સુચનાઓનુ પાલન કર્યુ હતુ.

ત્રણ દિવસમાં ૪૨૦૦ શ્રમિકોને પોરબંદરથી વતન પહોચાડવામા આવ્યા


પોરબંદરથી વધુ એક ખાસ ટ્રેન મારફત મધ્યપ્રદેશના મેઘનગર ખાતે ૧૫૯૫ શ્રમિકોને રવાના કરાયા

છેલ્લા ત્રણ દિવસમાં ૪૨૦૦ શ્રમિકોને પોરબંદરથી વતન પહોચાડવામા આવ્યા

ટ્રેનની ટિકીટ ,જમવાનીચા,નાસ્તોપાણીની સુવિધા સરકાર
અને
સંસ્થાઓ દ્વારા કરાતા શ્રમજીવીઓએ આભાર વ્યક્ત કર્યો

પોરબંદર તા.૧૧પોરબંદર જિલ્લામાં ખેતીકામકારખાનામા કામ કરતા મધ્યપ્રદેશના ૧૫૯૫ જેટલા શ્રમિકોને કોરોનાની મહામારીમાં લોકડાઉનને લીધે તેમને પોરબંદરથી ખાસ ટ્રેન મારફત મ.પ્રદેશના મેઘનગર ખાતે ટ્રેન દ્રારા રવાના કરાયા હતા. આમ ત્રણ દિવસમા જિલ્લામા ગ્રામ્ય તેમજ જીઆઇડીસી વિસ્તારમા કામ કરતા ૪૨૦૦ થી વધુ શ્રમિકોને વતન પહોચાડવામા આવ્યા છે. ટ્રેનની ટિકીટ સરકાર દ્રારા તથા જમવાનીપીવાના પાણીનીચાનાસ્તો સહિતની વ્યવસ્થા તંત્ર અને સંસ્થા દ્રારા પુરી પાડવામાં આવતા ટ્રેનમાં બેઠેલા શ્રમિકોએ વિદાયવેળાએ વ્યવસ્થા પુરી પાડવા બદલ કર્મયોગીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લામાં રહેલા ૪૨૦૦ થી વધુ પરપ્રાંતિયોને ૩ દિવસમાં ટ્રેન મારફત પોતાના વતન મોકલવામાં આવ્યા છે. આજ તા.૧૧ના રોજ ૧૫૯૫ જેટલા શ્રમિકોને મ.પ્રદેશના મેઘનગર ખાતે પહોચાડવા પોરબંદરથી ટ્રેન ઉપડી હતી. આ તમામ શ્રમિકો તથા તેઓના બાળકોપરિવારજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે જમવાચાપાણીનાસ્તોટ્રેનની ટિકીટ તથા હેન્ડવોશ માટે પેપર શોપ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા શ્રમિકોને બેટી બચાવો બેગ આપવામાં આવી હતી. શ્રમિકોએ જણાવ્યુ કે હતુ કેકોરોના મહામારી દુર થયા બાદ પોતે ફરી પાછા પોરબંદર જિલ્લામાં ખેતીકામ કરવા માટે આવીશુ.

આ પ્રસંગે કલેકટર ડી.એન.મોદી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણીચીફ ઓફીસર રુદ્રેશ હુદડપ્રાંત અધિકારી કે.વી.બાટીએ જે.અસારીજિલ્લાના મામલતદારોપોલીસ સ્ટાફરેલવે વિભાગના અધિકારીઓજિલ્લા-તાલુકાના અધિકારીઓકર્મચારીઓએ રાત દિવસ જહેમત ઉઠાવી હતી.

10 May 2020

નર્મદા યોજનાની લાઇન રીપેરીંગ હેઠળ હોવાથી પોરબંદરમા બે દિવસ પાણી નહિવત વિતરણ કરાશે


નર્મદા યોજનાની લાઇન રીપેરીંગ હેઠળ હોવાથી પોરબંદરમા બે દિવસ પાણી નહિવત વિતરણ કરાશે
પોરબંદર તા.૧૦, જવંત્રી ગાળા ફિલ્ટર પ્લાન્ટ આવતી નર્મદા યોજનાની પાઇપ લાઇન જાબુસર પાસે શીવાના પાટીયા નજીક મેઇન પાઇપ લાઇન રીપેરીંગની કામગીરી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની એજન્સી દ્રારા ચાલુ જેથી તા.૧૦ મે અને તા.૧૧ મે ના રોજ પોરબંદર નગરપાલીકા વિસ્તારમાં નહિવત પાણી પુરવઠો મળશે જેની નોંધ લેવા જણાવાયુ છે.