Translate

13 May 2020

પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ વિનાના ૧૫૦૦ જેટલા લોકોને અન્નબ્રમ્હ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે



જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે વિવિધ વિસ્તારોમાં ફરીને લાભાર્થીઓની યાદી તૈયાર કરી

પોરબંદર તા.૧૩, રાજ્યમાં એક પણ પરિવાર અન્નનો ઓડકાર લીધા વગર ભૂખ્યુ સૂવે નહીં તે માટે રાજ્ય સરકાર ખુબ જ ગંભીરતાથી કાર્ય કરી રહ્યુ છે. અન્નબ્રહ્મ યોજના હેઠળ રેશનકાર્ડ વિનાના પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. પોરબંદર કલેકટર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પુરવઠા અધિકારી  વિવેક ટાંકનાં સંકલનમા જિલ્લા પુરવઠા વિભાગ દ્રારા અન્નબ્રહ્મ યોજના હેઠળ ગરીબોને અનાજ મળી રહે તથા જરૂરિયાતમંદ ગરીબ લોકોને NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ) માં સમાવવા માટે પોરબંદરના વિવિધ દંગાઓ, સ્લમ વિસ્તાર,  ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લઇને યાદી તૈયાર કરવામા આવી છે. આગામી દિવસોમાં આ તમામ ૧૫૦૦ જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, સ્લમ વિસ્તરમાં રહેતા કેટલાય ગરીબ અને જરૂરિયાતવાળા લોકો કે જેઓ પાસે NFSA રેશનકાર્ડ નથી છતા તેઓ જરૂરીયાતમંદ હોય તેઓને NFSA માં સામેલ કરીને આવતા મહિનેથી રેગ્યુલર અનાજનો જથ્થો મળી રહે તે માટે જિલ્લા પૂરવઠા વિભાગ દ્રારા ખુબજ મહત્વની કામગીરી કરવામા આવી છે.