Translate

11 May 2020

પોરબંદર જિલ્લામાં NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ


વિપદાની ઘડીએ લોકોની પડખે સંવેદનશીલ સરકાર

સધ્ધર લોકોએ જરૂરીયાતમંદ લોકોના હિત ખાતર લાભ જતો કર્યો
બાકી રહેલા NON NFSA APL-1 કાર્ડ ધારકોને આવતી કાલે અનાજ વિતરણ કરાશે


પોરબંદર તા. ૧૧કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના ૮૦ હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે તા. ૭થી તા.૧૧ સુધી અનાજ વિતરણ કરાયુ હતુ. બાકી રહેલા NON NFSA APL-1 કાર્ડ ધારકોને આવતી કાલે તા.૧૨ ના રોજ અનાજ વિતરણ કરાશે. સાધન સંપન્ન લોકોએ સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્રારા વિતરણ થતો અનાજનો હક્ક જતો કરી ગરીબોને આડકતરી રીતે  મદદરૂપ થયા હતા. પોરબંદરનાં સુથારવાડા વિસ્તારમાં રહેતા ઉષાબેન રોઠોડ તથા સોઢાણા ગામના મનુભાઇ સીગરખીયાએ રાજ્ય સરકારનો તથા જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કરી કહ્યુ કે, વિપદાની ઘડીએ અમારી પડખે સંવેદનશીલ સરકારે રહીને ૧૦ કિલો ઘઉં૩ કિલો ચોખા૧ કિલો ખાંડ તથા ૧ કિલો ચણા/ચણાદાળ વિનામૂલ્યે વિતરણ કરાતા અમારો પરિવાર પુરતુ ભોજન મેળવી શકશે.સસ્તા ભાવની દુકાનો ખાતે અનાજ લેવા આવતા તમામ લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખી માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકીને કોરોનાને પરાસ્ત કરવા સરકારની સુચનાઓનુ પાલન કર્યુ હતુ.