Translate

10 May 2020

પોરબંદર જિલ્લામાં આવશ્યક સેવાઓ/દુકાનો/ઓફીસો ખુલ્લી રાખવાનો સમય નક્કિ કરાયો


પોરબંદર જિલ્લામાં આવશ્યક સેવાઓ/દુકાનો/ઓફીસો ખુલ્લી રાખવાનો સમય નક્કિ કરાયો
પોરબંદર તા.૧૦, કોરોના મહામારી વચ્ચે સરકાર અને જનતાના સહયોગથી પોરબંદર જિલ્લાનું ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. જેથી સરકારની સુચના મુજબ જિલ્લા વહિવટીતંત્ર દ્રારા તા.૩ મેનાં જાહેરનામાં પ્રતિબંધિત સેવાઓના ક્રમ-૨૦ અનુસાર આવશ્યક સેવાઓ શરૂ રાખવાના સમયમાં સુધારો કરી લોકોને રાહત આપવામાં આવી છે. જે મુજબ પોરબંદર જિલ્લામાં છુટક દૂધના ફેરીયાના સમયો સાંજના ૭ કલાક સુધી, દુધની ડેરી અને ડેરી પાર્લર ખુલ્લી રાખવાનો સમય સાંજના ૭ કલાક સુધી, શાકભાજી માર્કેટના દુકાનદારોએ માર્કેટ બંધ રાખીને રેકડી ફેરવીને સાંજના ૫ કલાક સુધી શાકભાજી અને ફળ વેચી શકશે. મરઘા, માસ અને માછલી પણ સાંજના ૫ કલાક સુધી રેકડી ફેરવીને વિતરણ કરી શકાશે. મેડીકલ સ્ટોર આખો દિવસ ખુલ્લી રાખી શકાશે. ઉપર સિવાયની તમામ દુકાનો/ઓફીસ વગેરે ગ્રાહકો માટે બપોરના ૪ કલાક સુધી, દુકાન ઓફીસમાં હિસાબી કામગીરી માટે સાંજના ૫ કલાક સુધીમાં પૂર્ણ કરી બંધ કરવા જણાવાયુ છે. આ જાહેરનામુ તા.૧૧ મે સવારે ૭ કલાકથી અમલમાં રહેશે.