Translate

07 May 2020

ઇંગ્લેન્ડથી પોરબંદર આવેલા ઝોન-યુ લોકડાઉનમાં પોરબંદર રહીને ૧૦ કીલો વજન ઓછું કર્યું


પોતાના મિત્ર સાથે ઇંગ્લેડથી પોરબંદર આવેલા ઝોન યુ ભારતીય સંસ્કૃતિ અને કાઠિયાવાડી યજમાન ગીરીના બની ગયા ચાહક, લોકડાઉનનો સદઉપયોગ કરી ખેતી કામ શીખીને બે મહિનામા ૧૦ કિલો વજન ઓછું કર્યુ હું રામાયણકૃષ્ણ સીરિયલ તથા હિન્દી ફિલ્મ શોલે જોઉ છુ, લોકો સરકારના નિયમોનુ પાલન કરી ઘરમા રહેસુરક્ષિત રહે : ઝોન યુ

માહિતી બ્યુરોપોરબંદર
પોરબંદર તા.૭પોરબંદરનાં રાણાવાવ ખાતે ગત તા. ૭ માર્ચના રોજ ઇંગ્લેંડથી પોતાના મિત્ર સાથે આવેલા ઝોન યુ ભારતીય સંસ્કૃતિ અને કાઠિયાવાડી યજમાનગીરીના ચાહક બની ગયા છે. ૩૪ વર્ષિય ઝોન યુ સરકારના નિયમોનું પાલન કરીને લોક ડાઉનનનો સદ ઉપયોગ કરી ખેતી કામમણીયારો રાસ શીખીપશુની માવજત કરી ને ર મહિનામાં ૧૦ કિલો જેટલો વજન ઓછો કર્યો છે. ઇંગ્લેંડના કેમ્બ્રિજમાં રહેતા ઝોન યુ પોતાના મિત્ર રામભાઇ મોઢવાડીયા સાથે લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેવા અને ભારતદર્શન કરવા તા. ૭ માર્ચના રોજ રાણાવાવ આવ્યા હતા. અહીં આવ્યા બાદ તે પોરબંદરનાં કુદરતી સૌદર્યથી પ્રભાવિત થઇને ખેતીના તમામ કામમરચા રોપવા,  ભેંસને પાણીથી ધમારવીપશુ માટેનો લીલોચારો કાપવોમણિયારો નૃત્ય શીખવુબિસ્લેરીના બદલે વાવનું કુદરતી પાણી પીવુનાળયેરીના ખામણા કરવાભર બપોરે ઉપનેરમાં કામ કરીને ઝોન સંપુર્ણ ખેડુત બની  આ પ્રદેશ પ્રત્યે વિશેષ લાગણી વ્યક્ત કરી પોતાનું તખલ્લુસ નામ ભુરાભાઇ રાખ્યુ છે. અચાનક સમગ્ર દેશમાં કોરોનાને લીધે  ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરતા આ યુવાનને તેના મિત્રના ઘરે જ રહેવાનુ થતા આ યુવાને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ વિશે જાણી તેનાથી પ્રભાવિત થયા છે .અને  વિવિધ નૃત્યો રાસ વિશે રસ પડતાં તેના વિશે  ઘણું જાણવાનું શીખવાનું શરૂ કરી ઝોને લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે. ઝોન યુ કહે છે કેઅમે કેમ્બ્રિજથી આવ્યા હોવાથી પોરબંદર આરોગ્ય વિભાગની ટીમ બે વખત મારા આરોગ્યની તપાસણી કરી ઘરે જ રહેવા સલાહ આપે છે. લોકડાઉન દરમિયાન મે ખેતીનું કામ શીખ્યુભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતી રામાયણ અને કિષ્ના સીરિયલ હું ટીવી પર જોઉં છુંઆ ઉપરાંત હિન્દી ફિલ્મ શોલે હું વારંવાર જોવાની સાથે મિત્રો સાથે સામાજિક અંતરવારંવાર હાથ ધોઉ છું અને લોકોને પણ અપીલ કરૂ છુ કેઘરની બહાર નીકળો તો માસ્ક અચુંક પહેરોસામાજિક અંતર રાખો તથા હાથ વારંવાર સાબુથી ધોયને કોરોનાના સંક્રમણને અટકાવો. રામભાઇએ કહ્યુ કેહું અને ઝોન મારા નાનાભાઇનાં મેરેજમાં આવ્યા હતાં. છેલ્લા બે મહિનામાં ઝોન પોરબંદરની ભૂમિથી ખુબ જ પ્રભાવિત થયો છે તથા ભવિષ્યમાં કાયમી અહીં  વસવાટ કરીને સામાજિક કાર્યમાં મદદરૂપ થવાની ઇચ્છા રાખી મોટુ ફાર્મ હાઉસ બનાવીને ગરીબોને મદદરૂપ થવાની સંવેદના ધરાવે છે. કેમ્બ્રિજ યુનિમાં અર્થશાસ્ત્રમાં માસ્ટર કરનાર ઝોન રાણાવાવનાં કુદરતી સૌદર્યથી ખુબ જ પ્રભાવીત થયો છે. જીવીબહેને કહ્યુ કેઝોન અમારા પરિવારનો સભ્ય બની ગયો છે. તેમને શાકરોટલોછાશ અને ખાસ કરીને ખીચડી ખુબ જ ભાવે છે. આમ બ્રિટનનો ઝોન કાઠીયાવાડી યજમાનગીરીથી તથા બરડાનાં ગોદમાં આવેલા રાણાવાવનાં કુદરતના નીતરતા સૌદર્યથી ખુબ જ પ્રભાવિત થવાની સાથે તેમણે લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે.