Translate

09 May 2020

પોરબંદર : જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર ૭૦૫ લોકો પાસેથી રૂા.૧,૭૮,૯૦૦નો દંડ વસુલ કરાયો


પોરબંદર જિલ્લામાં 
જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર ૭૦૫ લોકો પાસેથી રૂા.૧,૭૮,૯૦૦નો દંડ વસુલ કરાયો

વહિવટી તંત્રના સંકલન હેઠળ વિવિધ વિભાગની દૈનિક કામગીરીનો રીપોર્ટ

પોરબંદર તા.૯, કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે જિલ્લાતંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે. હાલ ગ્રીનઝોન ના લોકડાઉનના સમયગાળા દરમ્યાન જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને મળી રહે તે સરકારશ્રી દ્રારા જરૂરી આંશિક છૂટછાટ આપવામાં આવી છે. પોરબંદર કલેકટર કચેરી દ્વારા મોકલાવાયેલ દૈનિક રીપોર્ટની કામગીરી નીચે મુજબ છે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પોરબંદર દ્રારા The EPIDEMIC DISEASES Act,1897 અને Gujarat Epidemic Diseases COVID-19 Regulations,2020 ની જોગવાઇ હેઠળ માસ્ક પહેરવા સારૂ  હુકમ કરાયો છે. પોરબંદર જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક અથવા રૂમાલ કે લૂઝ કપડા થી મોઢુ ન ઢાકનાર વ્યક્તિઓ પાસેથી અત્યાર સુધીમાં રૂા.૧,૭૮,૯૦૦નો દંડ વસુલ કરાયો છે. હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓના લેવામાં અવેલ કૂલ ૧૦૨૬ સેમ્પલ નેગેટીવ આવેલ છે. આરોગ્ય સેતુ એપ એવુ સુરક્ષા કવચ છે કે, જો કોરોનાગ્રસ્ત વ્યક્તિ તમારી નજીક આવે તો તરત જ તમારા મોબાઇલમાં બીપ બીપ અવાજ આવશે જેથી કોરોનાના સંક્રમણથી સાવચેત રહેવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા લોકોને જિલ્લા વહિવટીતંત્ર દ્રારા અનુરોધ કરાયો છે. જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કૂલ ૨૦૭૩ વ્યક્તિ પૈકી ૧૬૬૩ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલ છે. હાલ ૪૧૦ વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કૂલ ૩૬૧૭ વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. તે પૈકી ૧૫૨૨ વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલ છે. પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપરથી આજ રોજ ૧૫૧૫ વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા ૬.૨૧ લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં ૬.૨૯ લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં ૪,૭૯૧ લોકોનો સર્વે કરાયો છે. નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવેલ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલ છે.