Translate

10 May 2020

પોરબંદર જિલ્લામાં આવશ્યક સેવાઓ/દુકાનો/ઓફીસો ખુલ્લી રાખવાનો સમય નક્કિ કરાયો


પોરબંદર જિલ્લામાં આવશ્યક સેવાઓ/દુકાનો/ઓફીસો ખુલ્લી રાખવાનો સમય નક્કિ કરાયો
પોરબંદર તા.૧૦, કોરોના મહામારી વચ્ચે સરકાર અને જનતાના સહયોગથી પોરબંદર જિલ્લાનું ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. જેથી સરકારની સુચના મુજબ જિલ્લા વહિવટીતંત્ર દ્રારા તા.૩ મેનાં જાહેરનામાં પ્રતિબંધિત સેવાઓના ક્રમ-૨૦ અનુસાર આવશ્યક સેવાઓ શરૂ રાખવાના સમયમાં સુધારો કરી લોકોને રાહત આપવામાં આવી છે. જે મુજબ પોરબંદર જિલ્લામાં છુટક દૂધના ફેરીયાના સમયો સાંજના ૭ કલાક સુધી, દુધની ડેરી અને ડેરી પાર્લર ખુલ્લી રાખવાનો સમય સાંજના ૭ કલાક સુધી, શાકભાજી માર્કેટના દુકાનદારોએ માર્કેટ બંધ રાખીને રેકડી ફેરવીને સાંજના ૫ કલાક સુધી શાકભાજી અને ફળ વેચી શકશે. મરઘા, માસ અને માછલી પણ સાંજના ૫ કલાક સુધી રેકડી ફેરવીને વિતરણ કરી શકાશે. મેડીકલ સ્ટોર આખો દિવસ ખુલ્લી રાખી શકાશે. ઉપર સિવાયની તમામ દુકાનો/ઓફીસ વગેરે ગ્રાહકો માટે બપોરના ૪ કલાક સુધી, દુકાન ઓફીસમાં હિસાબી કામગીરી માટે સાંજના ૫ કલાક સુધીમાં પૂર્ણ કરી બંધ કરવા જણાવાયુ છે. આ જાહેરનામુ તા.૧૧ મે સવારે ૭ કલાકથી અમલમાં રહેશે.

પોરબંદરથી મધ્યપ્રદેશના વધુ ૧૪૩૫ શ્રમિકોને ટ્રેન દ્વારા વતન રવાના કરાયા



ટ્રેનની ટિકીટ સરકાર દ્રારા તથા જમવાની, ચા,નાસ્તો, પાણીની સુવિધા તંત્ર અને સંસ્થાઓ દ્વારા કરાઇ

પોરબંદર તા. ૧૦, પોરબંદર જિલ્લામાં ખેતીકામ, કારખાનામા કામ કરતા મધ્યપ્રદેશના ૧૪૩૫ જેટલા શ્રમિકોને કોરોનાની મહામારીમાં લોકડાઉનને લીધે તેમને પોરબંદરથી ખાસ ટ્રેન મારફત મ.પ્રદેશના મેઘનગર ખાતે ટ્રેન દ્રારા રવાના કરાયા હતા. શ્રમિકો સરળતાથી ઘરે પહોચી શકે તે માટે કલેકટર ડી.એન. મોદીએ જુદા-જુદા અધિકારીઓની ટીમ બનાવીને તેઓને કાર્ય સોપવામા આવ્યુ છે. જિલ્લામા ગ્રામ્ય તેમજ જીઆઇડીસી વિસ્તારમા કામ કરતા ૩૭૦૦ જેટલા શ્રમિકો વતન પહોચી શકે તે માટે અધિકારીઓ રાત દિવસ કામ કરી રહ્યા છે. પોરબંદરથી ત્રણ ટ્રેન રવાના કરવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે સતત બીજા દિવસે ૧૪૩૫ જેટલા શ્રમિકોને લઇને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન પણ મ.પ્રદેશના મેઘનગર પહોચશે. ટ્રેનની ટિકીટ સરકાર દ્રારા તથા જમવાની, પીવાના પાણીની, ચા, નાસ્તો સહિતની વ્યવસ્થા તંત્ર અને સંસ્થા દ્રારા પુરી પાડવામાં આવતા ટ્રેનમાં બેઠેલા શ્રમિકોએ વિદાયવેળાએ વ્યવસ્થા પુરી પાડવા બદલ કર્મયોગીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોરબંદર જિલ્લામાં રહેલા ૩૭૦૦ જેટલા પરપ્રાંતિયોને ૩ દિવસમાં ટ્રેન મારફત પોતાના વતન મોકલવામાં આવશે. જેના ભાગરૂપે આજ તા.૧૦ ના રોજ ૧૪૩૫ જેટલા શ્રમિકોને મ.પ્રદેશના મેઘનગર ખાતે પહોચાડવા પોરબંદરથી ટ્રેન ઉપડી હતી. આ તમામ શ્રમિકો તથા તેઓના બાળકો, પરિવારજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે જમવા, ચા, પાણી, નાસ્તો, ટ્રેનની ટિકીટ તથા હેન્ડવોશ માટે પેપરશોપ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા શ્રમિકોને બેટી બચાવો બેગ આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર ડી.એન.મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ, પ્રાંતઅધિકારી કે.વી.બાટી, એ જે.અસારી, જિલ્લાના મામલતદારો, નાયબ પોલીસ અધિક્ષક જુલી કોટીયા, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, આઇ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષી, રેલવે વિભાગના અધિકારીઓ, જિલ્લા-તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓએ રાત દિવસ જહેમત ઉઠાવી હતી.

પોરબંદરથી મધ્યપ્રદેશના ૧૧૮૫ શ્રમિકોને ટ્રેન દ્વારા વતન જવા અપાઇ ભાવભરી વિદાય


પોરબંદરથી મધ્યપ્રદેશના ૧૧૮૫ શ્રમિકોને ટ્રેન દ્વારા વતન જવા અપાઇ ભાવભરી વિદાય
ટ્રેનની ટિકીટ, જમવાની, ચા,નાસ્તો, પાણીની સુવિધા બંને રાજ્યોના સંકલનથી તંત્ર દ્વારા કરાઇ
કોરોના મહામારી દૂર થશે ત્યારબાદ ફરી પાછા રોજગારી માટે
ગાંધીભૂમિમાં આવીશું : શ્રમિકો
                                       
સંકલન : જીતેન્દ્ર નિમાવત માહિતી બ્યુરો પોરબંદર
પોરબંદર તા.૯, પોરબંદર જિલ્લામાં રોજગારી મેળવવા આવેલા મધ્યપ્રદેશના ૧૧૮૫ જેટલા શ્રમિકોને કોરોનાની મહામારીમાં લોકડાઉનને લીધે  તેમને વતન  પહોંચાડવાની સંવેદનાના ભાગરૂપે પોરબંદરથી ખાસ ટ્રેન મારફત મ.પ્રદેશના મેઘનગર ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, કલેકટર, ડી.ડી.ઓ, સહિતના અધિકારીઓએ લીલીઝંડી દ્રારા ટ્રેનને રવાના કરાવી હતી. શ્રમિકો સરળતાથી ઘરે પહોચી શકે તે માટે કલેકટર ડી.એન. મોદીએ જુદા-જુદા અધિકારીઓની ટીમ બનાવીને તેઓને કાર્ય સોપવામા આવ્યુ છે. જિલ્લામા ગ્રામ્ય તેમજ જીઆઇડીસી વિસ્તારમા કામ કરતા ૩૭૦૦ જેટલા શ્રમિકો વતન પહોચી શકે તે માટે અધિકારીઓ રાત દિવસ કામ કરી રહ્યા છે. પોરબંદરથી ત્રણ ટ્રેન રવાના કરવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે પ્રથમ ટ્રેનને રવાના કરવામાં આવી હતી, ટ્રેનની ટિકીટ, જમવાની, પીવાના પાણીની, ચા, નાસ્તો સહિતની વ્યવસ્થા સરકાર દ્રારા પુરી પાડવામાં આવતા ટ્રેનમાં બેઠેલા શ્રમિકોએ વિદાયવેળાએ વ્યવસ્થા પુરી પાડવા બદલ કર્મયોગીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન નાના માસુમ બાળકોની આંખોમાં દેખાઇ રહ્યુ હતું. “તુજ સે નારાજ નહીં પોરબંદર, કોરોના સે પરેશાન હૂં” શ્રમિકોએ કહ્યુ હતુ કે, કોરોના મહામારી દૂર થશે ત્યારબાદ ફરી પાછા રોજગારી માટે ગાંધીભૂમિમાં આવીશું.

આપત્તિનાં સમયમાં બે સ્થળોને જોડવા માટે ટ્રેન ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. દુકાળના સમયે એક સ્થળેથી બીજા સ્થળ પાણી, ઘાસચારો સહિતની ચીજ વસ્તુઓ પહોંચાડવી હોય, કોઇ જગ્યાએ ફસાયેલા નાગરિકોને વતન લાવવા હોય, આમ ટ્રેનનું મહત્વ વર્ષોથી રહ્યુ છે. અત્યારે કોરોના મહામારી દરમ્યાન ભારત સરકાર ભારતીય રેલવે દ્વારા રાજ્ય સરકારો સાથે સંકલન કરીને પોતાના વતન જવા ઇચ્છતા શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ટ્રેનની, બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં રહેલા ૩૭૦૦ જેટલા પરપ્રાંતિયોને ૩ દિવસમાં ટ્રેન મારફત પોતાના વતન મોકલવામાં આવશે. જેના ભાગરૂપે આજ તા.૯ના રોજ પ્રથમ દિવસે ૧૧૮૫ જેટલા શ્રમિકોને મ.પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મેઘનગર ખાતે પહોચાડવા પોરબંદરથી સવારે ૬ કલાકે ટ્રેન ઉપડી હતી. આ તમામ શ્રમિકો તથા તેઓના બાળકો, પરિવારજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે જમવા, ચા, પાણી, નાસ્તો, ટ્રેનની ટિકીટ તથા હેન્ડવોશ માટે પેપર શોપ આપવામાં આવ્યા હતા. ટ્રેનનું ભાડુ સરકારો દ્રારા ચૂકવવામાં આવ્યુ હતું. જ્યારે ગુજરાત સરકાર વતી જિલ્લાતંત્ર દ્રારા જમવાની, ચા, નાસ્તો, પાણી, આરોગ્ય તપાસણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોતાના ચાર વર્ષિય બાળકની આંગળી પકડીને જિલ્લાતંત્ર, પોલીસ સ્ટાફ, રેલ્વે વિભાગનો આભાર વ્યક્ત કરતા કંડાભાઇએ કહ્યુ કે, કોરોના મહામારી દૂર થશે એટલે પોરબંદરનાં ખેડૂતોની જમીનમાં પાકનું વાવેતર અને પાકની લણણી કરવા ફરી પાછો પરિવાર સાથે આવીશ. ટ્રેનમાં પ્રથમ વખત મુસાફરી કરનાર મધ્યપ્રદેશના સોનકુવાના ગજરીબહેને કહ્યુ કે, મારા આખા પરિવારને ટ્રેનની ટિકીટ, જમવાની, પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરનાર તમામને હું યાદ કરીશ અને ફરી પાછી પરિવાર  સાથે ગુજરાતમાં રોજગારી મેળવવા અચૂક આવીશ. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, અધિક કલેકટરશ્રી રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી.ધાનાણી, ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, નાયબ પોલીસ અધિક્ષક જુલી કોટીયા, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, આઇ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષી, રેલવે વિભાગનાં અધિકારીઓ સહિત જિલ્લા, તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓએ રાત દિવસ જહેમત ઉઠાવી હતી.

09 May 2020

પોરબંદર : જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર ૭૦૫ લોકો પાસેથી રૂા.૧,૭૮,૯૦૦નો દંડ વસુલ કરાયો


પોરબંદર જિલ્લામાં 
જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર ૭૦૫ લોકો પાસેથી રૂા.૧,૭૮,૯૦૦નો દંડ વસુલ કરાયો

વહિવટી તંત્રના સંકલન હેઠળ વિવિધ વિભાગની દૈનિક કામગીરીનો રીપોર્ટ

પોરબંદર તા.૯, કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે જિલ્લાતંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે. હાલ ગ્રીનઝોન ના લોકડાઉનના સમયગાળા દરમ્યાન જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને મળી રહે તે સરકારશ્રી દ્રારા જરૂરી આંશિક છૂટછાટ આપવામાં આવી છે. પોરબંદર કલેકટર કચેરી દ્વારા મોકલાવાયેલ દૈનિક રીપોર્ટની કામગીરી નીચે મુજબ છે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પોરબંદર દ્રારા The EPIDEMIC DISEASES Act,1897 અને Gujarat Epidemic Diseases COVID-19 Regulations,2020 ની જોગવાઇ હેઠળ માસ્ક પહેરવા સારૂ  હુકમ કરાયો છે. પોરબંદર જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક અથવા રૂમાલ કે લૂઝ કપડા થી મોઢુ ન ઢાકનાર વ્યક્તિઓ પાસેથી અત્યાર સુધીમાં રૂા.૧,૭૮,૯૦૦નો દંડ વસુલ કરાયો છે. હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓના લેવામાં અવેલ કૂલ ૧૦૨૬ સેમ્પલ નેગેટીવ આવેલ છે. આરોગ્ય સેતુ એપ એવુ સુરક્ષા કવચ છે કે, જો કોરોનાગ્રસ્ત વ્યક્તિ તમારી નજીક આવે તો તરત જ તમારા મોબાઇલમાં બીપ બીપ અવાજ આવશે જેથી કોરોનાના સંક્રમણથી સાવચેત રહેવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા લોકોને જિલ્લા વહિવટીતંત્ર દ્રારા અનુરોધ કરાયો છે. જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કૂલ ૨૦૭૩ વ્યક્તિ પૈકી ૧૬૬૩ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલ છે. હાલ ૪૧૦ વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કૂલ ૩૬૧૭ વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. તે પૈકી ૧૫૨૨ વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલ છે. પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપરથી આજ રોજ ૧૫૧૫ વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા ૬.૨૧ લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં ૬.૨૯ લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં ૪,૭૯૧ લોકોનો સર્વે કરાયો છે. નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવેલ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલ છે.
                              

08 May 2020

મોકરમાં ઉકાળાનુ વિતરણ


પોરબંદરના મોકર ગામમા ઉકાળાનુ વિતરણ કરાયુ

પોરબંદર તા.૮, પોરબંદરના મોકર ગામના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે મોકર ગામ આયુર્વેદિક તબીબ શ્રી.કાર્તિક સોલંકી તથા ગામના અગ્રણીઓના સહયોગથી ગામલોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામા આવ્યુ હતું. આ ઉપરાંત લોકોને કોરોના મહમારીની ગંભીરતાથી વાકેફ કરવાની સાથે સરકારની સુચનાઓનુ લોકો પાલન કરી જરૂરીયાત મુજબ જ લોકો ઘરની બહાર નિકળે તેમ સમજાવવામા આવે છે.

સ્વાગત કાર્યક્રમ મોકૂફ


પોરબંદર ખાતે તા.૨૮ મેં ના રોજ યોજાનાર સ્વાગત કાર્યક્રમ મોકુફ રખાયો



પોરબંદર તા.૮, કોરોના વાઇરસ (COVID-19) નો ફેલાવો અટકાવવા તકેદારીના પગલારૂપે પોરબંદર ખાતે તા.૨૮ મેના રોજ યોજાનાર સ્વાગત કાર્યક્રમ મોકુફ રખાયો છે. તેમ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા જણાવાયું છે.

પોરબંદર જિલ્લામાં વિનામૂલ્યે અનાજ અપાશે, સધ્ધર લોકો લાભ જતો કરે તેવી અપીલ કરાઇ


પોરબંદર જિલ્લામાં તા. ૯મી મે ના રોજ રેશનકાર્ડનો છેલ્લો આંક ૫ અને ૬ હોય તેને વિનામૂલ્યે અનાજ અપાશે

પોરબંદર તા. ૮, કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના ૮૦ હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. સાધન સંપન્ન લોકો સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્રારા વિતરણ થતુ અનાજનો હક્ક જતો કરે તેવી અપીલ કરાઇ છે. રેશનકાર્ડ ધારકના રાશનના નંબરનો છેલ્લા અંક મુજબ રાશન વિતરણ થતુ હોય, જેમના રાશનનો છેલ્લો નંબર ૫ અને ૬ હોય તેઓને તા. ૯મી મેં ના રોજ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે, સસ્તા ભાવની દુકાનો ખાતે અનાજ લેવા આવતા તમામ લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખવુતથા માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકવાનુ રહેશે. માસ્ક નહિ તો અન્ન નહી. NON NFSA APL-1 કાર્ડ ધારકોને રેશનકાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ તથા ૧ કિલો ચણા/ચણાદાળ વિતરણ કરવામાં આવશે.

07 May 2020

માસ્ક નહિ તો અન્ન નહી નો નિયમ લાગુ કરાયો

માસ્ક નહિ તો અન્ન નહી નો નિયમ લાગુ કરાયો
પોરબંદર જિલ્લામાં વિનામૂલ્યે રાશન વિતરણ શરૂ કરાયુ
જિલ્લામાં આવેલી સસ્તા ભાવના અનાજની દુકાનો પરથી NON NFSA APL-1 કાર્ડ ધારકોને મળી રહ્યુ છે અનાજ
સાધન સંપન્ન લોકો સ્વેચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર કરી રહ્યા છે, અનાજ જતુ

પોરબંદર તા.૭, કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ગરીબ વર્ગને વિતરણ કાર્ય પૂર્ણ થતાં હવે મધ્યમ વર્ગીય પરીવારો અને બાકી રહેલાને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના ૮૦ હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. સાધન સંપન્ન લોકો સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્રારા વિતરણ થતુ અનાજ નો હક્ક જતો કરી રહ્યા છે. રાશનકાર્ડમા આપેલા નંબરના છેલ્લા અંકના આધારે તારીખ મુજબ  અનાજ મળશે. જેમના રાશનકાડૅ નંબરનો છેલ્લો અંક નંબર ૩ અને ૪ હશે તેમને જ તા.૮મીએ અનાજ મળશે. આમ કાર્ડ ધારકોના નંબર પ્રમાણે પાંચ દિવસમા તમામ લાભાર્થીઓને અનાજ વિતરણ કરાશે. સસ્તા ભાવની દુકાનો ખાતે અનાજ લેવા આવતા તમામ લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખવુતથા માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકવાનુ રહેશે. માસ્ક નહિ તો અન્ન નહી. NON NFSA APL-1 કાર્ડ ધારકોને રેશનકાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ તથા ૧ કિલો ચણા/ચણાદાળ વિતરણ કરવામાં આવશે. રેશનકાર્ડ ધારકના રાશનના નંબરનો છેલ્લો અંકનો નંબર ૩ અથવા ૪ હોય તેઓને ૮ મે, ૫ અને ૬ હોય તેઓને ૯ મે, ૭ અને ૮ હોય તેઓને ૧૦ મે તથા અંક નંબર ૯ અથવા ૦ હોય તેવા કાર્ડ ધારકોને તા.૧૧ મેના રોજ સસ્તા ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વિવેકટાંક દ્રારા જણાવાયુ છે. રાશન મેળવવા કાર્ડ દીઠ એક વ્યક્તિએ જ આવવુ, તથા રાશનકાર્ડ અને આધારકાર્ડ અચુક લાવવા, લોકોએ આ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવુ કોઇ કાર્ડ ધારકને રાશનના જથ્થાની જરૂર ન હોય તો તેમણે સ્વેચ્છાએ રાશન જતુ કરવુ, જેથી જરૂરીયાતમંદોને મદદરૂપ થઇ શકે, આમ તા.૭ થી તા.૧૧ મે સુધી પોરબંદર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પરથી NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ રાજ્ય સરકાર દ્રારા વિતરણ કરાશે.

પોરબંદર : શ્રમિકોને ૩ બસમા વતન મોકલતુ જિલ્લા વહિવટીતંત્ર


પોરબંદરથી  રાજસ્થાનના ૧૫૫ જેટલા શ્રમિકોને ૩ બસમા વતન મોકલતુ જિલ્લા વહિવટી તંત્ર

પોરબંદર તા, ૭. પોરબંદર ઉધોગનગર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કામ કરતા રાજસ્થાનના ૧૫૫ જેટલા શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ ૩ બસમાં ઉદયપુર રવાના કરાયા હતા. આ તકે શ્રમિકોએ ગુજરાત રાજ્ય સરકાર તથા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયેલ છે. ત્યારે ધંધા રોજગાર માટે પોતાના વતનથી દુર નોકરી કરતા શ્રમિકો, કર્મચારીઓ સહિતના પરપ્રાંતિયો પોતાના વતનમાં જઇ શકે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્રારા રાજસ્થાનના ૧૫૫ શ્રમિકોને૩ બસ મારફત વતન જવા માટેની વ્યવસ્થા કરાઇ હતી.  
    

ઇંગ્લેન્ડથી પોરબંદર આવેલા ઝોન-યુ લોકડાઉનમાં પોરબંદર રહીને ૧૦ કીલો વજન ઓછું કર્યું


પોતાના મિત્ર સાથે ઇંગ્લેડથી પોરબંદર આવેલા ઝોન યુ ભારતીય સંસ્કૃતિ અને કાઠિયાવાડી યજમાન ગીરીના બની ગયા ચાહક, લોકડાઉનનો સદઉપયોગ કરી ખેતી કામ શીખીને બે મહિનામા ૧૦ કિલો વજન ઓછું કર્યુ હું રામાયણ, કૃષ્ણ સીરિયલ તથા હિન્દી ફિલ્મ શોલે જોઉ છુ, લોકો સરકારના નિયમોનુ પાલન કરી ઘરમા રહે, સુરક્ષિત રહે : ઝોન યુ

માહિતી બ્યુરો, પોરબંદર
પોરબંદર તા.૭, પોરબંદરનાં રાણાવાવ ખાતે ગત તા. ૭ માર્ચના રોજ ઇંગ્લેંડથી પોતાના મિત્ર સાથે આવેલા ઝોન યુ ભારતીય સંસ્કૃતિ અને કાઠિયાવાડી યજમાનગીરીના ચાહક બની ગયા છે. ૩૪ વર્ષિય ઝોન યુ સરકારના નિયમોનું પાલન કરીને લોક ડાઉનનનો સદ ઉપયોગ કરી ખેતી કામ, મણીયારો રાસ શીખી, પશુની માવજત કરી ને ર મહિનામાં ૧૦ કિલો જેટલો વજન ઓછો કર્યો છે. ઇંગ્લેંડના કેમ્બ્રિજમાં રહેતા ઝોન યુ પોતાના મિત્ર રામભાઇ મોઢવાડીયા સાથે લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેવા અને ભારતદર્શન કરવા તા. ૭ માર્ચના રોજ રાણાવાવ આવ્યા હતા. અહીં આવ્યા બાદ તે પોરબંદરનાં કુદરતી સૌદર્યથી પ્રભાવિત થઇને ખેતીના તમામ કામ, મરચા રોપવા,  ભેંસને પાણીથી ધમારવી, પશુ માટેનો લીલોચારો કાપવો, મણિયારો નૃત્ય શીખવુ, બિસ્લેરીના બદલે વાવનું કુદરતી પાણી પીવુ, નાળયેરીના ખામણા કરવા, ભર બપોરે ઉપનેરમાં કામ કરીને ઝોન સંપુર્ણ ખેડુત બની  આ પ્રદેશ પ્રત્યે વિશેષ લાગણી વ્યક્ત કરી પોતાનું તખલ્લુસ નામ ભુરાભાઇ રાખ્યુ છે. અચાનક સમગ્ર દેશમાં કોરોનાને લીધે  ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરતા આ યુવાનને તેના મિત્રના ઘરે જ રહેવાનુ થતા આ યુવાને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ વિશે જાણી તેનાથી પ્રભાવિત થયા છે .અને  વિવિધ નૃત્યો રાસ વિશે રસ પડતાં તેના વિશે  ઘણું જાણવાનું શીખવાનું શરૂ કરી ઝોને લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે. ઝોન યુ કહે છે કે, અમે કેમ્બ્રિજથી આવ્યા હોવાથી પોરબંદર આરોગ્ય વિભાગની ટીમ બે વખત મારા આરોગ્યની તપાસણી કરી ઘરે જ રહેવા સલાહ આપે છે. લોકડાઉન દરમિયાન મે ખેતીનું કામ શીખ્યુ, ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતી રામાયણ અને કિષ્ના સીરિયલ હું ટીવી પર જોઉં છું, આ ઉપરાંત હિન્દી ફિલ્મ શોલે હું વારંવાર જોવાની સાથે મિત્રો સાથે સામાજિક અંતર, વારંવાર હાથ ધોઉ છું અને લોકોને પણ અપીલ કરૂ છુ કે, ઘરની બહાર નીકળો તો માસ્ક અચુંક પહેરો, સામાજિક અંતર રાખો તથા હાથ વારંવાર સાબુથી ધોયને કોરોનાના સંક્રમણને અટકાવો. રામભાઇએ કહ્યુ કે, હું અને ઝોન મારા નાનાભાઇનાં મેરેજમાં આવ્યા હતાં. છેલ્લા બે મહિનામાં ઝોન પોરબંદરની ભૂમિથી ખુબ જ પ્રભાવિત થયો છે તથા ભવિષ્યમાં કાયમી અહીં  વસવાટ કરીને સામાજિક કાર્યમાં મદદરૂપ થવાની ઇચ્છા રાખી મોટુ ફાર્મ હાઉસ બનાવીને ગરીબોને મદદરૂપ થવાની સંવેદના ધરાવે છે. કેમ્બ્રિજ યુનિમાં અર્થશાસ્ત્રમાં માસ્ટર કરનાર ઝોન રાણાવાવનાં કુદરતી સૌદર્યથી ખુબ જ પ્રભાવીત થયો છે. જીવીબહેને કહ્યુ કે, ઝોન અમારા પરિવારનો સભ્ય બની ગયો છે. તેમને શાક, રોટલો, છાશ અને ખાસ કરીને ખીચડી ખુબ જ ભાવે છે. આમ બ્રિટનનો ઝોન કાઠીયાવાડી યજમાનગીરીથી તથા બરડાનાં ગોદમાં આવેલા રાણાવાવનાં કુદરતના નીતરતા સૌદર્યથી ખુબ જ પ્રભાવિત થવાની સાથે તેમણે લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે.